પ્રસ્તાવના
સ્વચ્છ ભારત મિશન એ તમામ ગ્રામ્ય પરિવાઓ ને આવરી લઈ નિર્મળ ગ્રામ પંચાયત બનાવવા ના ઉદેશ્ય માટેની યોજના છે. જેમાં નીચે મુજબ ની કામગીરી ને પ્રાથમિકતા અપાય છે.
- ગ્રામ પંચાયત ના દરેક BPL અને SCs/STs APL પરિવાર માટે વ્યક્તિગત શૌચાલય માટેની જોગવાઈ છે
- જે ગ્રામ પંચાયત માં દરેક નિવસ્થાન માટે પાણી ની પૂરતી સગવડ હોય તેઓને પ્રાથમિકતા અપાય છે.
- આવા ગ્રામ પંચાયત ની ગવર્નમેંટ સ્કૂલ્સ અને આંગણવાડી માટે સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ છે.
- નિર્મળ ગામ અને સૂચિત નિર્મળ ગામ માટે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે ની વ્યવસ્થા કરવામાં આવે છે.
- પંચાયતી રાજ સંસ્થાકીય ગામ સ્વચ્છતા સમિતિ અને ક્ષેત્રિય કાર્યકર્તા ના ક્ષમતા નિર્માણ દ્વારા સ્વચ્છતા ટકાવવામાં આવે છે.
ઉદ્દેશ
- ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી
- ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાં ના વ્યાપ ની ગતિ માં વધારો કરી નિર્મળ ભારત અભિયાન નો ઉદેશ્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવો
- લોકોને અને PRIs ને જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવી
- SSA અને આંગણવાડી અંતર્ગત ના આવતી ગ્રામીણ વિસ્તાર ની શાળા ને યોગ્ય સ્વચ્છતાં પ્રણાલી પૂરી પાડવી
- સલામત અને ટકાઉ સ્વચ્છતાં માટે ઓછી ખર્ચાળ અને યોગ્ય ટેક્નોલોજી ને પ્રોત્સાહન આપવું
- લોકો દ્વાર વ્યવથાપિત થયી શકે તેવી ઘન અને પ્રવાહી કચરાના નિકાલ પર આધારિત વ્યવસ્થા ઊભી કરી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવી
યોગ્યતાના માપદંડ
ઘટક |
માપદંડ |
IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ |
શૌચાલય ની માંગ ઊભી કરવા , બાંધકામ કરવા અને તેની જાળવણી કરવા માટે દરેક ગ્રામ પંચાયત માટે |
બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય બાંધકામ |
શૌચાલય વિહોણા અને જેમને પહેલા આ યોજના હેઠળ પહેલા લાભ લીધો નથી તેવા બધાજ બીપીએલ પરિવારો. એસસી/એસટી એપીએલ પરિવારો, નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણાં ઘર ધરાવતા મજૂરો, શારીરિક રીતે આસકસમ કે અપંગ લોકો, સ્ત્રીઓ દ્વારા નિર્વાહ થતાં
ઘર પરિવારો કે જેમને ભૂતકાળ માં આ સ્કીમ નો લાભ લીધો નથી. |
સામુદાયિક શૌચાલય |
વ્યક્તિગત શૌચાલય માટે જગ્યાનો અભાવ હોય તેવી ગ્રામ પંચાયત માટે |
લાભાર્થી માટે રીવોલ્વીંગ ફંડ ની જોગવાઈ |
ખાસ એપીએલ સિવાય ના એપીએલ, શૌચાલય બાંધકામ માટે ની રકમ ફારવવા સમર્થ ના હોય |
ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા |
ગ્રામ પંચાયત માં પરિવારો ના ઘર ની સંખ્યા પર આધારિત છે જે ની વિવિધતા ૧૫૦,૩૦૦,૫૦૦ અને ૫૦૦ ઉપર એ પ્રમાણે હોય છે |
યોજનાનો લાભ
નં |
ઘટક |
મહત્તમ ખર્ચ |
ભારત સરકાર |
ગુજરાત સરકાર |
લાભાર્થી |
૧ |
IEC, શરૂઆતની પ્રવુતી અને ક્ષમતા નિર્માણ |
રાજ્ય કક્ષાએથી ૫ % સુધી |
૭૫% |
૨૫% |
૦% |
૨ |
રીવોલ્વીંગ ફંડ |
૫% સુધી |
૮૦% |
૨૦% |
૦% |
૩ |
બીપીએલ અને ખાસ એપીએલ માટે વ્યક્તિગત શૌચાલય |
૧૨૦૦૦ |
રૂ. ૯૦૦૦ |
રૂ. ૩૦૦૦ |
૦% |
૪ |
સામુદાયિક શૌચાલય |
ફૂલ કવરેજ માટે જરૂર પડતી રકમ |
૬૦% |
૩૦% |
૧૦% |
૫ |
વહીવટી ખર્ચ |
પ્રોજેકટ ખર્ચ ના ૨% સુધી |
૭૫% |
૨૫% |
૦% |
૬ |
ઘન અને પ્રવાહી કચરાના નિકાલ ની વ્યવસ્થા |
રૂ. ૭.૦૦ લાખ થી - રૂ.૨૦.૦૦ લાખ |
૭૫% |
૨૫% |
૦% |
યોજનાનો લાભ કેવી રીતે મળે?
યોજના નો લાભ તાલુકા કક્ષાએ થી લાભાર્થી ના બઁક ખાતામાં સીધુ તબદીલ કરી આપવામાં આવે છે.