Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close
Training

Follow Us at

content

રાજ્ય ગ્રામવિકાસ સંસ્થા, ગુજરાત

પરિચય

રાજય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાત ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની રાજ્યની સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા છે.એસ.આઈ.આર.ડી.(SIRD) ની સ્થાપના ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬નાં રોજ કરવામાં આવી હતી.આ સંસ્થા ૨૯/૦૨/૧૯૯૬ ના રોજ સોસાયટી તથા પબ્લિક ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયેલ છે.વહીવટી સરળતા હેતુસર તાજેતરમાં ગુજરાતસરકાર સામાન્યવહીવટ વિભાગના ઠરાવક્રમાંક:વતભ-૧૮૦૫/૯૧૪/વસુતાપ્ર-૩ સચિવાલય, ગાંધીનગર તા.૩૧/૦૩/૨૦૧૮ મુજબ થી રાજય ગ્રામ વિકાસ સંસ્થા(SIRD) ને સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા (SPIPA) થી અલગ કરી રાજય ગ્રામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત સરકારને ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ ગુજરાત રાજ્ય હસ્તક કાર્યરત કરેલ છે.

દૂરદર્શીતા

ગ્રામીણ લોકોના વિકાસ માટે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થાય તે માટે ગ્રામ વિકાસ તથા પંચાયત રાજ વ્યવસ્થા સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓના ક્ષમતાવર્ધન તાલીમ માટેના શ્રેષ્ઠ કેન્દ્ર તરીકે ઉભરી આવવું.

ધ્યેય

ગ્રામીણ લોકોનાં ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો, સેમિનારો, નવતર કાર્યક્રમો, અને કાર્યશાળાઓનાં આયોજન ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા સશક્તિકરણની કામગીરી કરવી.

હેતુઓ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાતના હેતુઓ નીચે મુજબ છે.

 • ગ્રામ વિકાસ અને પંચાયતી વિભાગ તેમજ વિવિધ લક્ષ્ય જૂથોના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ, સેમિનાર અને નવતર કાર્યક્રમોનું આયોજન કરવું.
 • વિવિધ લક્ષ્યાંક જૂથો માટે જરૂરીયાત આધારિત તાલીમ મોડયુલ વિકસાવવા.
 • વિવિધ તાલીમ કાર્યક્રમો માટે સાહિત્ય તૈયાર કરી અને તેના ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની વિવિધ પ્રવૃતિઓની માહિતીનો જાણકારી પુરી પાડવી.
 • ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની પંસદ કરેલી પ્રવૃતિઓનું મુલ્યાંકન કરવું અને સંશોધન હાથ ધરવું.

ભવિષ્યનું કાર્યલક્ષ્ય

 • સરકારશ્રીની પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ યોજનાના અમલીકરણ માટે સરકારશ્રીના કર્મચારીઓ - અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓને વખતો વખત સેમીનાર, વર્કશોપ દ્વારા જ્ઞાનવ્રુધ્ધિ, કૌશલ્ય અને લોકાભિમુખ અભિગમ તરફ લઇ જવા.
 • SIRD દ્વારા ઉક્ત યોજનાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે. તેના અમલીકરણ અને નિતિ ઘડતર માટે દિશા નિર્દેશ કરવામાં આવેલ છે. અમલિકરણ સેમીનાર બાદ આ યોજનાઓ પ્રતિ ભવિષ્યમાં કરવા યોગ્ય સકારાત્મક સુધારાઓ, નિતિ- ઘડતર ના માપદંડો, વિગેરે માટે પ્રતિકાત્મક તાલીમ આપી નિશ્ર્ચિત કરવામાં આવે છે. જેથી આગળ ઉપર સરકારશ્રીની યોજનાઓમાં ફેરફાર કરવામાં મદદરૂપ થઈ શકે.
 • SIRD દ્વારા મૌલિક રીતે તાલિમ કાર્યક્રમો, નિતિ-નિયમોમાં સંસોધનો, અમલીકરણની વ્યૂહરચના અને લોકોની સહભાગીતા વધે તે માટે ઝિણવટભર્યુ આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામ વિકાસ, પીવાનું પાણી, ગટરવ્યવસ્થા, ગ્રામાઆરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ,યુવા, બાળ અને મહિલા સશક્તિકરણ સહીતનો માનવ વિકાસ તાલીમ દ્વારા લોકોનું કૌશલ્યવર્ધન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.
 • સમગ્ર રાજ્યમાં તાલીમ અને નાનામાં નાની બાબતો પ્રત્યે સભાનતાપૂર્વક ધ્યાન આપી સંસ્થાકિય અને વૈકતિક વિકાસ થાય, વ્રુતિ વર્તુણુંક અને સંવાદીતાના આદર્શ મોડેલ ઉભા થાય, પ્રેણનાત્મક, સુધારાત્મક ફેરફારો દ્વારા માનસિક તણાવ ઓછો કરી પરીસ્થીતીનું નિયમન કરી શકાય તે મુખ્ય હેતુ થી રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાનું સંચાલન કાર્યરત છે.

સંસ્થાનું માળખું

SIRD Organization Chart

કોરફેકલ્ટી અને સ્ટાફ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ખાતે નીચે મુજબનો મુખ્ય સ્ટાફ છે.

ક્રમ હોદ્દો સભ્યનું નામ
સ્પેશ્યલ નિયામકશ્રી, એસઆઇઆરડી ડૉ. ધીરજ કાકડિયા (આઇઆઇએસ​)
પ્રોગ્રામર સુ.શ્રી. જાનકી મોઢ
ફેકલ્ટી NRLM / PMAYG / Nutrition & Livelhood ડૉ. શૈલાબેન ત્રિવેદી
ફેકલ્ટી ગ્રામ વિકાસ (MGNREGA) શ્રી અનિલ પટેલ
ફેકલ્ટી પંચાયત રાજ સુ.શ્રી. નીલા એન. પટેલ
ફેકલ્ટી વોટરશેડ – PMKSY / Agriculture શ્રી રમેશ પટેલ
ફેકલ્ટી (પબ્લીક એડમીન.) / SBM/Co.op.mgmt જગ્યા ખાલી છે.
પ્રોજેક્ટ એન્જીનીયર (RS & G.I.S.Application for Rural Development ) શ્રી ધવલ પરીખ

અભિગમ

ગ્રામ વિકાસ ની યોજનાઓનો વ્યાપ્ વધારવાના હેતુ સાથે સામાજીક ન્યાય ની ખાતરી, આયોજનનું વિકેન્દ્રીકરણ અને ગ્રામવિકાસ સાથે લોકોની સહભાગીતા વધારવા માટે SIRD પ્રયત્નશીલ છે તેમજ યોજનાકિય કૌશલ્ય વર્ધન માટે સરકારી અધિકારીશ્રી, પંચાયતીરાજના ચૂંટાયેલાં પદાધીકારીશ્રી,સ્વૈચ્છિક સંસ્થઓ , નાગરીકો અને સમાજ માટે નેતૃત્વ અને કામગીરી સ્વીકારતા લોકોને આ દિશામાં સફળતા આપવાનું કામ કરે છે.

GIS અને SATCOM જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉક્ત તાલીમાર્થીઓમાં કાર્યક્ષમતા વધારવી, મજબુતાઇ બજાવી, તાલીમ અને સેમીનાર પ્રત્યે સભાનતા કેળવવી, સંસોધન કરવું અને તેનું દસ્તાવેજી કરણ કરવું એવી વ્યુહરચના SIRD દ્વારા તૈયાર કરવામાં આવે છે.

તાલીમ વિષયો

 • સ્વચ્છ ભારત અભિયાન
 • મનરેગા ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • સાંસદ આદર્શ ગ્રામ યોજના
 • એન.આર.એલ.એમ. અને જી.એલ.પી.સી. અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • વોટરશેડ મેનેજમેન્ટ અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • પ્રધાન મંત્રી આવાસ યોજનાની મૂળભૂત તાલીમો તથા આવાસ સોફ્ટ અગેની તાલીમો રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • ગ્રામપંચાયત વિકાસ આયોજન તૈયાર કરવા બાબતે ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
 • જીઓ ગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ ટેકનોલોજીની ઉપયોગીતા
 • વિવિધ યોજનાઓને અનુલક્ષી પ્રેરણા પ્રવાસ

More Information

નિયામકશ્રી, રાજ્યગ્રામ વિકાસ સંસ્થા, ગુજરાત.

 • એ.ડી. ડી. સી. બિલ્ડીંગ,
  સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશ્યલ રીસર્ચ (સ્પાઇસર) કેમ્પસ ઉદગમ સ્કૂલ ની સામે,
  થલતેજ રોડ, અમદાવાદ -૩૮૦૦૫૪ (ગુજરાત)
 • ૦૭૯-૨૬૮૫૯૦૫૭
 • ૦૭૯–૨૬૮૫૯૦૩૭
 • sirdguj@yahoo.co.in

SIRD Location

State Institute of Rural Development (SIRD)

The State Institute of Rural Development (SIRD) is the state apex body for importing Trainings for the Rural Development Programmes and Panchayat Raj. It works as an autonomous organization under the Rural Development and Panchayat Raj Department of Government of Gujarat. SIRD was established in 29th February, 1996.

Vision

To emerge as centre of excellence for enhancing the capabilities of rural development personnels and functionaries for effective implementation of rural development programmes and Panchayati Raj for the benefit of the rural people.

Mission

To sensitize and develop the capabilities of Rural development and Panchayati Raj personnels and other functionaries through organising trainings, seminars, orientation programmes and workshops for the upliftment of the rural people with particular focus on rural poor.

Objectives

The objectives of the SIRD are mentioned as under:

 • To organise the training programmes, workshops, seminars and orientation programmes for the personnels of rural development and Panchayati departments and various target groups.
 • To develop the need based training modules for different target groups.
 • To prepare literature for various training programmes and thereby disseminate information about various activities of rural development and Panchayati Raj.
 • To evaluate and carry out research of selected activities of rural development and Panchayati Raj.

State Institute of Rural Development-SPIPA

 • State Institute of Rural Development-SPIPA Opp. Sundar Van, Satellite, Ahmedabad-380015
 • 079-26764453079-26764453
 • 079-26749715079-26749715
 • sirdguj@yahoo.co.in
State Institute of Rural Development-SPIPA

Contact Details of OfficersLink Icon

Photo Gallery

Recent Photo
View All Photos

Video Gallery

Recent Video
View All Videos

More Information

Go to Navigation