Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close
Training

Follow Us at

content

State Institute of Rural Development

પરિચય

રાજય ગ્રામ વિકાસ સંસ્થા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની રાજ્યની સર્વોચ્ચ સંસ્થા છે. એસ.આઈ.આર.ડી. ની સ્થાપના ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬નાં રોજ કરવામાં આવી હતી. માન.મુખ્ય સચિવશ્રીના વડપણ હેઠળ બન્ને સંસ્થાઓના સમાન બોર્ડનું સંચાલન થાય તે મુજબ, SIRD નું SPIPA માં જોડાણ (મર્જર) સરકારી ઠરાવ (GR) નં. VATABH-1805-914-ARTD-3, DATED 01-07-2005 થી થયેલ હતી. ત્યારથી, SIRD એ SPIPA ની શાખા તરીકે કાર્યરત હતી. ત્યાર બાદ, સરકારી ઠરાવ: તા.૩૧/૦૩/૨૦૧૮ થી એસ.આઈ.આર.ડી. નું સ્પીપા સાથે જોડાણ રદ (ડીમર્જ ) થયેલ છે. અને તે મુજબ રાજય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાત સરકારનાં ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ હસ્તક કાર્યરત થયેલ છે.

દૂરદર્શીતા

ગ્રામીણ લોકોના લાભ માટે ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થાય તે માટે ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓના ક્ષમતાવર્ધન માટેના શ્રેષ્ઠ કેન્દ્ર તરીકે ઉભરી આવવું.

ધ્યેય

ગ્રામીણ લોકોનાં ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો, સેમિનારો, નવતર કાર્યક્રમો, અને કાર્યશાળાઓનાં આયોજન ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓની સંવેદનશીલતા અને ક્ષમતાઓનો વિકાસ કરવો.

હેતુઓ

એસ.આઈ.આર.ડી.ના હેતુઓ નીચે મુજબ છે
  • ગ્રામ વિકાસ અને પંચાયતી વિભાગ તેમજ વિવિધ લક્ષ્ય જૂથોના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ, સેમિનાર અને નવતર કાર્યક્રમોનું આયોજન કરવું.
  • વિવિધ લક્ષ્યાંક જૂથો માટે જરૂરીયાત આધારિત તાલીમ મોડયુલ વિકસાવવા.
  • વિવિધ તાલીમ કાર્યક્રમો માટે સાહિત્ય તૈયાર કરી અને તેના ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની વિવિધ પ્રવૃતિઓની માહિતીનો જાણકારી પુરી પાડવી.
  • ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની પંસદ કરેલી પ્રવૃતિઓનું મુલ્યાંકન કરવું અને સંશોધન હાથ ધરવું.

સંસ્થાનું માળખું

ભવિષ્યનું કાર્યલક્ષ્ય

  • સરકારશ્રીની પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ યોજનાના અમલીકરણ માટે સરકારશ્રીના કર્મચારીઓ - અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓને વખતો વખત સેમીનાર, વર્કશોપ દ્વારા જ્ઞાનવૃધ્ધિ, કૌશલ્ય અને લોકાભિમુખ અભિગમ તરફ લઇ જવા.
  • SIRD દ્વારા ઉક્ત યોજનાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે. તેના અમલીકરણ અને નિતિ ઘડતર માટે દિશા નિર્દેશ કરવામાં આવેલ છે. અમલીકરણ સેમીનાર બાદ આ યોજનાઓ પ્રતિ ભવિષ્યમાં કરવા યોગ્ય સકારાત્મક સુધારાઓ, નિતિ- ઘડતર ના માપદંડો, વિગેરે માટે પ્રતિકાત્મક તાલીમ આપી નિશ્ર્ચિત કરવામાં આવે છે. જેથી આગળ ઉપર સરકારશ્રીની યોજનાઓમાં ફેરફાર કરવામાં મદદરૂપ થઈ શકે.
  • SIRD દ્વારા મૌલિક રીતે તાલિમ કાર્યક્રમો, નિતિ-નિયમોમાં સંશોધનો, અમલીકરણની વ્યૂહરચના અને લોકોની સહભાગીતા વધે તે માટે ઝીણવટભર્યુ આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામ વિકાસ, પીવાનું પાણી, ગટરવ્યવસ્થા, ગ્રામાઆરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ,યુવા, બાળ અને મહિલા સશક્તિકરણ સહીતનો માનવ વિકાસ તાલીમ દ્વારા લોકોનું કૌશલ્યવર્ધન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.
  • સમગ્ર રાજ્યમાં તાલીમ અને નાનામાં નાની બાબતો પ્રત્યે સભાનતાપૂર્વક ધ્યાન આપી સંસ્થાકિય અને વ્યકતિક વિકાસ થાય, વૃતિ-વર્તણુંક અને સંવાદીતાના આદર્શ મોડેલ ઉભા થાય, પ્રેરણાત્મક, સુધારાત્મક ફેરફારો દ્વારા માનસિક તણાવ ઓછો કરી પરીસ્થીતીનું નિયમન કરી શકાય તે મુખ્ય હેતુ થી રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાનું સંચાલન કાર્યરત છે.

માળખાકીય સગવડો

વર્તમાન સ્થિતિએ સંસ્થા ભાડાના સ્થાને કાર્યરત છે.

કોરફેકલ્ટી અને સ્ટાફ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ખાતે નીચે મુજબનો મુખ્ય સ્ટાફ છે.
કોર ફેકલ્ટી – એસઆઇઆરડી
ક્રમ હોદ્દો સભ્યનું નામ
વિશેષ નિયામકશ્રી, એસઆઇઆરડી શ્રી વિક્ટર મેકવાન , આઈ.એ.એસ.
પ્રોગ્રામર સુ.શ્રી. જાનકી મોઢ
ફેકલ્ટી આઇ.એ.વાય. ડૉ. શૈલાબેન ત્રિવેદી
ફેકલ્ટી ગ્રામ વિકાસ શ્રી અનિલ પટેલ
ફેકલ્ટી સોશ્યલ સાયન્સ સુ.શ્રી. નીલા એન. પટેલ
ફેકલ્ટી વોટરશેડ શ્રી રમેશ પટેલ
ફેકલ્ટી (પબ્લીક એડમીન.) જગ્યા ખાલી છે.
પ્રોજેક્ટ એન્જીનીયર (આરએસ & જીપીએસ) શ્રી ધવલ પરીખ

અભિગમ

ગ્રામ વિકાસ ની યોજનાઓનો વ્યાય વધારવાના હેતુ સાથે સામાજીક ન્યાયની ખાતરી, આયોજનનું વિકેન્દ્રીકરણ અને ગ્રામવિકાસ સાથે લોકોની સહભાગીતા વધારવા માટે SIRD પ્રયત્નશીલ છે તેમજ યોજનાકિય કૌશલ્ય વર્ધન માટે સરકારી અધિકારીશ્રી, પંચાયતીરાજના ચૂંટાયેલાં પદાધીકારીશ્રી, એન.જી.ઓ, નાગરીકો અને સમાજના લાયક લોકોને શોધીને તેમને આ દિશામાં મજબુતી આપવાનું કામ કરે છે.

GIS અને SATCOM જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉક્ત તાલીમાર્થીઓમાં કાર્યક્ષમતા વધારવી, મજબુતાઇ વધારવી, તાલીમ અને સેમીનાર પ્રત્યે સભાનતા કેળવવી, સંશોધન કરવું તેમજ તેનું દસ્તાવેજીકરણ SIRD દ્વારા તૈયાર કરવામાં આવે છે.

તાલીમો

તાલીમ વિષયો
  • સ્વચ્છ ભારત અભિયાન
  • મનરેગા ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • એન.આર.એલ.એમ. અને જી.એલ.પી.સી. અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • વોટરશેડ મેનેજમેન્ટ અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • પ્રધાન મંત્રી આવાસ યોજનાની મૂળભૂત તાલીમો તથા આવાસ સોફ્ટ અગેની તાલીમો
  • આર.જી.એસ.એ. અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • જી.પી.ડી.પી. અંતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • જી.આઈ.એસ.ટેકનોલોજીની ઉપયોગીતા અને ઓપન સોર્સ સોફ્ટવેરની તાલીમો
  • મિશન અંત્યોદય અતર્ગત ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો
  • વિવિધ યોજનાઓને અનુલક્ષી પ્રેરણા પ્રવાસ

સંપર્ક

સરનામું : રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા
એ ડી ડી સી બિલ્ડીગ,
સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક અનેડ સોશિયલ રીસર્ચ (સ્પાઈસર)
ઉદગમ સ્કૂલ સામે,
થલતેજ રોડ,
અમદાવાદ- ૩૮૦૦૫૪
ફોન : ૦૭૯-૨૬૮૫૯૦૫૭
ફેક્સ : ૦૭૯- ૨૬૮૫૯૦૩૭
ઈ-મેલ: sirdguj@yahoo.co.in
Go to Navigation