Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close
Indira Awas Yojana Pradhan Mantri Awas Yojana (Rural)
content

સાફલ્ય ગાથા

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પાવી, જેતપુર તાલુકા, જિ. છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના- ગ્રા એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજના તરીકે હાલ કાર્યરત છે. પ્રધાન મંત્રી આવાસ યોજના-ગ્રા દ્વારા ૨૦૧૧ના સર્વેના આધારે પાત્રતતા ધરાવતા લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવે છે. જે અંતર્ગત આ યોજના દ્વારા એક સારા અને જરૂરિયાત ધરાવતા લાભાર્થીને આ યોજના અંતર્ગત આવાસ આપવામાં આવેલ છે. જેઓનું નામ શ્રીમતી ગીતાબેન મશરુભાઈ દેવીપુજક છે. જે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઈટવાડા ગામના રહેવાસી છે. તેઓના પતિશ્રી મશરુભાઈ દેવીપુજક છેલ્લા પાંચ વર્ષથી ગુમ થયેલ છે. તેઓ એક તૂટેલી ઝુંપડીમાં રહેતા હતા. જે કોઈપણ સમયે ધરાશયી થાય તેવી સ્થિતિમાં હતી. કુટુંબમાં બીજો કોઈ કમાવનાર ન હોવાના કારણે શ્રીમતી ગીતાબેન છેલ્લા પાંચ વર્ષથી રોજદારી કામકાજ કરી પોતાનું અને કુટુંબનું જીવન-નિર્વાહ ચલાવી રહ્યા છે. તેઓનું નામ આ યોજનાના SECC-૨૦૧૧ ની યાદીમાં આવતા સરકારશ્રીની આ ફ્લેગશીપ યોજના અંતર્ગત તેમને જેતપુર પાવી ખાતે પ્રધાનમંત્રી આવાસ-કોલોનીમાં એક સુંદર મજાનું આવાસ ફાળવવામાં આવેલ છે. તેઓ પાસે પોતાની માલિકીની જમીન ન હોવાથી તેઓને સરકારશ્રી તરફથી આવાસ-કોલોનીમાં જમીનની ફાળવણી પણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તેઓને પહેલા હપ્તામાં રૂ.૩૦,૦૦૦/- બીજા હપ્તામાં રૂ.૫૦,૦૦૦/- અને છેલ્લા હપ્તા પેટે રૂ.૪૦,૦૦૦/- આપવામાં આવ્યા. વધુમાં શૌચાલયના રૂ.૧૨,૦૦૦/- અને મ-નરેગા યોજના અંતર્ગત ૯૦ દિવસની મજુરી પેટે રૂ.૧૭,૨૮૦/- ચૂકવવામાં આવ્યા. આમ કુલ રૂ. ૧,૪૯,૨૮૦/-ની સહાય આપવામાં આવી. જે આવાસ ફાળવવાના કારણે તેઓની રહેવા માટેની મુશ્કેલીઓ દુર થયેલ છે. તેઓ સરકારશ્રી નું આભાર માનતા જણાવે કે " મારી પુત્રીના લગ્ન નક્કી થવાના હતા. છોકરાવાળાઓ એ આ સુંદર મજાનું આવાસ જોતા તુરંત જ લગ્ન નક્કી કરી લીધા. હવે ટૂંક સમયમાં તેના લગ્ન થવાના છે. સરકારશ્રીના ફાળવવામાં આવેલ આવાસના કારણે મારી બધી જ મુશ્કેલીઓ દુર થયેલ છે અને હવે હું જેતપુર પાવી તાલુકાના નજીકમાં રહી જેતપુર પાવી બજારમાં જઈને સારું એવું કમાઈ લઉં છું. જેથી મારા કુટુંબનું ગુજરાન ખુબજ સારી રીતે ચાલે છે.મારે હવે ઘરની મુશ્કેલી પણ દુર થઇ છે ખુબ ખુબ આભાર.``

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ પાવી, જેતપુર તાલુકા, જિ. છોટાઉદેપુર ખાતે સામુહિક કોલોની ના તૈયાર થયેલ આવાસ.

શ્રીમતી ગીતાબેન મશરુભાઈ ને આ યોજના હેઠળ મળેલ આવાસથી પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયેલ છે, જેની સાફલ્ય ગાથા તેમના શબ્દોમાં રજૂ કરેલ છે. આ સામૂહિક કોલોનીમાં કુલ ૧૩ લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વડોદરા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની સ્થાપનાની શરૂઆતથી જ ત્યાં વિવિધ વિકાસલક્ષી કાર્યો અમલમાં છે. આ સંદર્ભમાં, ગ્રામવાસીઓની સામાજિક આર્થિક સ્થિતિમાં મોટા ફેરફારો થયા છે. તેમાંથી, શ્રી પઠાણ નજરખાં કાસમખાં ની વાર્તા તેમના પોતાના શબ્દોમાં અહીં પ્રસ્તુત છે.

મારું નામ પઠાણ નજરખાં કાસમખાં છે. હું વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામમાં રહું છું. એક વર્ષ પહેલાં મારે કાચું ઘર હતું. ચોમાસા દરમ્યાન મકાનની છતમાંથી પાણી ટપકતું હતું. જેના કારણે ખૂબ મુશ્કેલી પડતી હતી. મૂળભૂત રીતે હું પશુપાલન સાથે સંકળાયેલ છું તે ઉપરાંત બે વિઘા જેટલી જમીન છે તેમાં કામ કરીને મારો જીવનનિર્વાહ ચલાવું છું. અમે પરિવારમાં ૩ (ત્રણ) સભ્યો છીએ હું, મારી પત્ની અને મારી માતા. મારા માતા ૮૦ વર્ષના છે અને ઉંમરના કારણે વારંવાર બીમાર પણ પડે છે. હું પરિવારમાં એકમાત્ર વ્યક્તિ છું જે કમાણી કરે છે અને આખું કુટુંબ મારા પર જ નિર્ભર છે. બે વીઘા જમીનમાં કામ અને પશુપાલન કરીને હું મારું ગુજરાન મુશ્કેલીથી ચલાવું છું.

માન. પ્રધાનમંત્રીની આ આવાસ યોજના કે જેનું લક્ષ્ય "2022 સુધી સૌના માટે ઘર" આપવું છે એ અમારા જીવનમાં એક વરદાન સમોવડી છે.

મારું નામ SECC-2011 ના સર્વેક્ષણ ડેટામાં હતું અને હું PMAY-G તરીકે ઓળખાતી નવી લોન્ચ થયેલી આવાસ યોજનાના અન્ય માપદંડ પૂરા કરી રહ્યો હોવાથી મને વર્ષ 2016-17 માં પાક્કા મકાનનો લાભ મળ્યો છે જેના કારણે સમાજમાં મારી પ્રતિષ્ઠા વધી છે અને કાચા મકાનના કારણે જીવનનિર્વાહમાં જે કાંઈ તકલીફો હતી તે દૂર થઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ. 1,20,000 / - ની સહાય ચાર હપ્તામાં આપેલ છે. તેનો ઉપયોગ કરીને મેં મારું ઘર પૂર્ણ કર્યું. સરકારની સહાયથી અમે આવાસની સાથે શૌચાલયનો લાભ પણ મેળવ્યો છે. આ સિવાય મનરેગા અંતર્ગત ૯૦ દિવસની રોજગારીનો લાભ પણ મેળવ્યો છે.

આ યોજના અમારા જેવા ગરીબો અને લાચાર લોકો માટે ખૂબ ઉપયોગી છે. હવે હું ચિંતામુક્ત છું. અમે માત્ર સરકારને કારણે આનંદ સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ. જે બદલ ભારત સરકારનો અને ગુજરાત સરકારનો હું હંમેશા આભારી છું.

Go to Navigation